અરજી પત્રક — 14 દિવસીય કૃતજ્ઞતા શિબિર
05 January, 2034 — 20 January, 2034 | Kaufman, ટેક્સાસ, યુ.એસ.
શું તમે એસ.એન. ગોયેન્કા અથવા તેમના કોઈ સહાયક આચાર્ય સાથે ૧૦-દિવસીય શિબિર પૂર્ણ કરી છે? જો તમે આ પરંપરામાં જૂના સાધક હો તો હા પસંદ કરો
અરજી શેના માટે કરો છો, પસંદ કરવા વિનંતી:
સાધકો જેમણે એક 10 દિવસીય શિબિર શ્રી એસ. એન. ગોએંકા અથવા તેમના કોઈ સહાયક આચાર્ય સાથે સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધી છે અને જેમણે તેમની છેલ્લી વિપશ્યના શિબિર પછી અન્ય કોઈ સાધના પધ્ધતિનો અભ્યાસ નથી કર્યો તેઓ ધર્મ સેવા આપી શકે છે.

શિબિરમાં સેવા આપતા સમયે, તમે ઓછામાં ઓછું ત્રણ કલાક ધ્યાન કરવા બેસસો, અનેરસોઈ બનાવી, સાફ સફાઈ કરી અને એવાજ અન્ય કામ કરી, સાધકો જે શિબિરમાં ભાગ લઈ રહ્યા છે તેઓને મદદરૂપ થવા કામ કરશો, સાથે સાથે રોજ સહાયક આચાર્યને મળશો.
જાતિ પસંદ કરો કૃપા કરીને તમારું લિંગ પસંદ કરો

જો તમે પુરુષ અથવા સ્ત્રી તરીકે ઓળખાતા નથી, તો કૃપા કરીને જાણો કે અમે તમામ જાતીય અભિગમ અને લિંગ ઓળખના લોકોને આવકારીએ છીએ. જો કે, તમારા માટે તે જાણવું મહત્વપૂર્ણ છે કે આ પરંપરામાં ધ્યાન કેન્દ્રોને બે અલગ ભાગમાં વિભાજિત કરવામાં આવે છે: એક પુરુષો માટે અને એક મહિલા માટે. આ વિભાજનમાં નિવાસ સ્થાનની સગવડ, ભોજનાલયો, ધ્યાન કક્ષ, અને ચંક્રમણ ક્ષેત્રો શામેલ છે.

અમે સમજી શકીએ છીએ કે તમે બિન-દ્વિસંગી, ટ્રાંસજેન્ડર હોઈ શકો છો અથવા તમારી પાસે અન્ય કારણો હોઈ શકે છે કે "પુરુષ" અથવા "સ્ત્રી" લિંગ તમને અનુકૂળ નથી. જ્યાં બંનેમાં થી એક પણ પક્ષ તમને અગવડભર્યો લાગી શકે છે, ત્યાં, કેન્દ્રના પરિસરની કઈ બાજુ તમે રહેવાનું પસંદ કરો છો તે સૂચવવા કૃપા કરીને "પુરૂષ" અથવા "સ્ત્રી" બે માં થી એક પસંદ કરો અને પછી તમારી વ્યક્તિગત પરિસ્થિતિને અરજી પત્રકના એ વિભાગમાં વર્ણવો કે જે પૂછે છે, 'શું તમે બીજું કંઈ ઉમેરવા માંગો છો?'. આ માહિતી અગાઉથી અમારી પાસે હોવી મહત્વપૂર્ણ છે જેથી શ્રેષ્ઠ રૂપે તમારા નિવાસની વ્યવસ્થા કરી શકાય. મહેરબાની કરીને નોંધ લો કે દરેક કેન્દ્ર સ્થાનમાં એકલા રહેવા માટે રૂમ અથવા દરેક પ્રકારની જરૂરિયાત સમાવવાની ક્ષમતા નથી હોતી. જો જરૂરી હોય તો, અમે તમને બીજું કેન્દ્ર બતાવી શકીએ છીએ જે તમારી જરૂરિયાતોને વધુ સારી રીતે બંધબેસતું હોય.

દેશ અથવા પ્રાંત કૃપા કરીને રહેઠાણનો દેશ અથવા પ્રાંત પસંદ કરો
નીચેના બોક્ષમાં ક્લિક કરી, હું કબૂલું છું અને સહમતિ આપું છું કે વિપશ્યના શિબિરમાં સ્વીકૃતિ માટે આ અરજીમાં, અથવા વિપશ્યના સંસ્થાને મારા દ્વારા અન્યથા આપેલી તમામ અને કોઈ પણ માહિતી, વિપશ્યના સંસ્થા તેમની સમય સમય પર સંશોધિત ગોપનીયતા નિયમો અનુસાર તેમના ઉપયોગમાં લઈ શકે છે.
દીર્ઘ શિબિરની અરજીઓ માટેની ગોપનીયતા નીતિ, જાહેર કરવા યોગ્ય બાબતો અને સહમતિઓ ની પી.ડી.એફ. પ્રતિલિપિ ડાઉનલોડ કરવા અહિંયા ક્લિક કરો.
એક પાના પર થી બીજા પાના પર જવા માટે દરેક પાનાના અંતમાં આપેલ “આગળ”અને “પાછળ” બટન ક્લિક કરો. તમારી અરજી રદ્દ કરવા અને શિબિર સમય સારણી પર પાછા જવા “રદ્દ” બટન ક્લિક કરો.